નાગરિકતા કાયદા પર ઘમાસાણ, PM મોદીએ ઝારખંડની ધરતી પરથી કોંગ્રેસને ફેંક્યો પડકાર, જાણો શું કહ્યું?

પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે 'નાગરિકતા સંશોધન કાયદાને લઈને ફરીથી તેઓ સફેદ જુઠ્ઠાણું બોલી રહ્યાં છે. લોકોને ડરાવી રહ્યાં છે. કોંગ્રેસ તેના જેવા પક્ષો અને તેમના ડાબેરી ઈકોસિસ્ટમે સૂપી તાકાત ઝોંકી દીધી છે ભારતના મુસલમાનોને ડરાવવા માટે. 

નાગરિકતા કાયદા પર ઘમાસાણ, PM મોદીએ ઝારખંડની ધરતી પરથી કોંગ્રેસને ફેંક્યો પડકાર, જાણો શું કહ્યું?

સાહિબગંજ: ઝારખંડ વિધાનસભા ચૂંટણી (Jharkhand assembly election) તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. છેલ્લા તબક્કાના ચૂંટણી પ્રચારમાં રાજકીય પક્ષોએ પોતાની સંપૂર્ણ તાકાત ઝોંકી દીધી છે. આ જ ક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ આજે ભોગનાડીહના સિદ્ધો-કાન્હૂ જન્મસ્થળ પર એક જનસભાને સંબોધવા માટે પહોંચ્યા. પીએમ મોદીએ કહ્યું કે આ મારું સૌભાગ્ય છે કે આ વખતે ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે મારી આ છેલ્લી સભા વીરોની ઘાટી અને બાબા બાગેશ્વર નાથના સાનિધ્યમાં થઈ રહી છે. 

તેમણે કહ્યું કે 'ઝારખંડ (Jharkhand) માં ચાર તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે. દરેક તબક્કામાં ભારે અને શાંતિપૂર્ણ રીતે મતદાન થયું છે. ઝારખંડના મતદારોએ ડર અને ભયથી મુક્ત થઈને મતદાન કર્યું છે. આ વખતે પણ દરેક જગ્યાએ એક જ અવાજ છે-.ઝારખંડ પુકારા, ભાજપ દોબારા'.'

'મોદીને મળેલો પ્રેમ તેમને પચતો નથી'
પીએમ મોદીએ કહ્યું કે 'તમારો આ જ સ્નેહ, તમારા આ આશીર્વાદ તો જેએમએમ, કોંગ્રેસ, આરજેડી (RJD) અને દેશભરના ડાબેરીઓને પરેશાન કરે છે. મોદીને, ભાજપને મળી રહેલો દેશનો આટલો પ્રેમ તેમને પચતો નથી.' 

તેમણે કહ્યું કે 'તેઓ રાજકારણ રમતા રહ્યાં, બધાને ડરાવતા રહ્યાં, દેશ અયોધ્યામાં રામ મંદિરની રાહ જોતો રહ્યો. અમે રાષ્ટ્ર નીતિ પર ચાલ્યા અને અયોધ્યામાં એક ભવ્ય રામ મંદિરના નિર્માણનો રસ્તો ક્લીયર થયો.' 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ (Congresss)  સહિતના વિપક્ષી દળો ઉપર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે 'આર્ટિકલ 370ને લઈને પણ તેમણે એ જ ડર બતાવ્યો કે બબાલ થઈ જશે, દેશના ટુકડાં થઈ જશે. તેમણે જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) માં અલગાવવાદને પ્રોત્સાહન આપ્યું. આતંકવાદને પ્રોત્સાહન આપ્યું. પરંતુ આ નિર્ણય લીધો નહીં. તમે જ્યારે આ સેવકને ફરીથી આદેશ આપ્યો તો આર્ટિકલ 370 પણ નીકળી ગઈ. '

પીએમ મોદીનો કોંગ્રેસને પડકાર
નાગરિકતા સંશોધન એક્ટ (Citizenship Amendment Act 2019)  પર પીએમ મોદીએ કહ્યું કે તેનાથી કોઈની ભારતીય નાગરિકતા છીનવાશે નહીં. પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે 'નાગરિકતા સંશોધન કાયદાને લઈને ફરીથી તેઓ સફેદ જુઠ્ઠાણું બોલી રહ્યાં છે. લોકોને ડરાવી રહ્યાં છે. કોંગ્રેસ તેના જેવા પક્ષો અને તેમના ડાબેરી ઈકોસિસ્ટમે સૂપી તાકાત ઝોંકી દીધી છે ભારતના મુસલમાનોને ડરાવવા માટે.' 

આ VIDEO પણ ખાસ જુઓ...

તેમણે કહ્યું કે 'અમે જે કાયદો બનાવ્યો છે તે તો પાડોશના 3 દેશોમાં ધાર્મિક અત્યાચાર સહન કરીને ભારત આવનારા લોકો માટે બનાવવામાં આવ્યો છે.' પીએમએ આગળ કહ્યું કે 'હું કોંગ્રેસ સહિત તે તમામ પક્ષોને ખુલ્લો પડકાર ફેંકુ છું કે જો તેમનામાં હિંમત હોય તો તેઓ ખુલ્લેઆમ જાહેરાત કરે કે તેઓ પાકિસ્તાનના દરેક નાગરિકને ભારતની નાગરિકતા આપવા માટે તૈયાર છે.' 

આ સાથે જ પીએમ મોદીએ કહ્યું કે' 'કોંગ્રેસમાં સાહસ હોય તો ખુલીને એ પણ જાહેરાત કરે કે જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખમાં ફરીથી કલમ 370 લાગુ કરશે. કોંગ્રેસમાં હિંમત હોય તો તેઓ એ પણ જાહેરાત કરે કે ત્રિપલ તલાક વિરુદ્ધ જે કાયદો બન્યો છે તેને તે રદ કરી દેશે.' 

વડાપ્રધાને કહ્યું કે' 'કોંગ્રેસ અને તેના સાથીઓ આ  પડકારને સ્વીકારે અને ખુલીને એ જાહેરાત કરે..નહીં તો દેશને ખોટું બોલવાનું, ભ્રમ ફેલાવવાનું અને બીજાને પોતાની ઢાલ બનાવીને આ ગોરિલ્લા રાજકારણ રમવાનું બંધ કરી દે. કોંગ્રેસ અને તેના સાથીઓ દેશના યુવાઓને બરબાદ કરવાનો આ ખેલ ખેલવાનું બંધ કરી દે.' 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news